Khergam news : પ્રાથમિક શિક્ષણમાં નવી દિશા: GCERT માર્ગદર્શિત અંગ્રેજી (અજમાયશી) વિષયની તાલીમ યોજાઈ.

Khergam news : પ્રાથમિક શિક્ષણમાં નવી દિશા: GCERT માર્ગદર્શિત અંગ્રેજી (અજમાયશી) વિષયની તાલીમ યોજાઈ.

તારીખ:- 12/12/2024

તાલીમ નું સ્થળ :- નાંધઈ પ્રાથમિક શાળા

માર્ગદર્શન :- GCERT ગાંધીનગર 

સ્થાનિક માર્ગદર્શક :- જિલ્લા શિક્ષણ તાલીમ ભવન , નવસારી 

તારીખ :- 11/12/2024 ,વાર:- બુધવાર થી 12/12/2024 , વાર :- ગુરુવાર સુધી "ધોરણ 5 અંગ્રેજી વિષય અજમાયશી" બે દિવસીય તાલીમ GCERT ના માધ્યમ થી જીલ્લા શિક્ષણ તાલીમ ભવન , નવસારી દ્વારા "નાંધઈ પ્રાથમિક શાળા " ખાતે યોજાઈ હતી.

જેમાં, વર્ગસંચાલકશ્રી  ડાયેટના સિનિયર લેક્ચરર શ્રી રાજેશભાઈ પટેલ અને ખેરગામ તાલુકાના BRC શ્રી વિજયભાઈ પટેલ મહત્વપૂર્ણ માર્ગદર્શન અને વિષય સંબંધિત દોરવણીના આધારે તેમજ પ્રથમ દિવસે વિજયભાઈ દ્વારા પ્રાર્થના અને ભજન ગાઈ અને દ્વિતીય દિવસે અંગ્રેજી પ્રાર્થના અને ભજન કરી પ્રેકટીકલ વાતાવરણ અને ભાવાવરણ ઉભુ કરી શુભ શરૂઆત કરવામાં આવી.

જેમાં એક દિવસે  બાયસેગના માધ્યમથી GCERT દ્વારા તાલીમ વિશે તાલીમના અનુસંધાને ઓનલાઇન  કાર્યક્રમ  રોજે 11 થી 12 એમ કુલ 1 કલાક સુધી માહિતી મેળવ્યા પછી.., ત્યારબાદ  ડાયેટ ના સિનિયર લેક્ચરરશ્રી રાજેશભાઈ પટેલ સાહેબશ્રીએ તાલીમ અનુસંધાને મહત્વ તેમજ સતત વ્યવસાયિક સજ્જતા વિશે વાત  કરી હતી.


ત્યારબાદ તજજ્ઞશ્રી મિત્રો શ્રી રાહુલ રાજુ કુંવર (પ્રા.શાળા તોરણવેરા) અને શ્રી હિરેનભાઈ પટેલ(લહેરકા ફળિયા પ્રા.શાળા) દ્વારા ધોરણ 5 અંગ્રેજી વિષય અજમાયશીની તાલીમ ખુબજ ઉત્સાહથી ખેરગામ તાલુકાની પ્રાથમિક શાળાઓના અંગ્રેજી વિષયના શિક્ષકો, જેઓ   તમામ સહભાગી તાલીમાર્થી તરીકે રસ લઈને ધગશપૂર્વક દરેક પ્રવૃત્તિ માં સહભાગીદારીતા દાખવી હતી.

           ઉપરોક્ત બે દિવસ દરમ્યાન ધોરણ 5 અંગ્રેજી વિષય સંબંધિત તેમજ વિષય અનુસંધાને  સજાગતા, પ્રવૃત્તિમય શિક્ષણ અને વિવિધ પ્રયુક્તિ દ્વારા કઠિનતા મૂલ્યો ને ઉકેલ કરવા માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અને પ્રયોગો હાથ ધરવામાં આવ્યા હતા.. 

જેમાં અંગ્રેજી વિષયને ધોરણ 5 ના વિદ્યાર્થીઓને સુવ્યવસ્થિત સ્પષ્ટ અને સરળ તેમજ નીડરતાથી અંગ્રેજી વિષય કેવી રીતે રસપ્રદ બનાવી પ્રેક્ટીકલ અધ્યાપન પદ્ધતિ ,પ્રવિધિ, પ્રયુક્તિ, અને પ્રવૃત્તિના અનુસંધાને અસરકારક રીતે ભણાવો તેના વિશે સુવ્યવસ્થિત ટેકનિક ના માધ્યમ થી સૌ સારસ્વત શિક્ષક મિત્રોને માહિતગાર તેમજ અવગત કરાયા હતા.


       તાલીમ દરમ્યાન ધો.5 અંગ્રેજી વિષય અજમાયશી ના લગતી અને સુસંગત પ્રવૃત્તિઓ અને પ્રેકટીકલ  રજૂઆત કરાઈ અને અંગ્રેજી વિષય ભણાવતા અને તાલીમ માં આવેલા તાલીમાર્થી શિક્ષકમિત્રો નો જૂથ બનાવી GROUP WORK TEACHING લક્ષી સરસ મજાની ,રસપ્રદ પ્રવૃત્તિઓ કરાવી .. 

👉  કરાવેલ પ્રવૃત્તિ અને પ્રયુક્તિઓ ની યાદી નીચે મુજબ છે . ....

1.WARMER ACTIVITY 

2.TPR (ટોટલ ફિઝિકલ રિસ્પોન્સ) 

3.LISTENING ACTIVITY 

👉 Singing action song and rhymes

 (અભિનય ગીત)

👉Story telling (હાવભાવ દ્વારા વાર્તા કથન)

4.READING ACTIVITY (વાંચન પ્રવૃત્તિ)

5.WRITING ACTIVITY (લેખન પ્રવૃત્તિ)

6.LANGUAGE FUNCTION(ભાષાકીય કાર્ય )

7.VOCABULARY(શબ્દભંડોળ)

8.DO IT YOURSEL (જાતે કરતા શીખવું)

9.LANGUAGE GAMES (ભાષાકીય રમત...)

ઉપરોક્ત મુજબની પ્રેક્ટીકલ પ્રવૃતિઓ અને રમતોનું  સમાવેશ કરી તાલીમ ને સફળ બનાવી પોતાના વર્ગખંડ સુધી તમામ પ્રવૃત્તિ અને રમતો બાળકો સુધી પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ અને પરિશ્રમ કરવાનો દ્રઢનિશ્ચય લીધો..

#EducationTraining

#PrimaryEducation

#TeacherDevelopment

#EnglishLearning

#TeachingTechniques

#GCERTTraining

#KhergamEducation

#InnovativeTeaching

#PracticalLearning

#LanguageSkills

#ProfessionalDevelopment

#StudentEngagement

#EnglishEducation

#EffectiveTeaching

#TeacherEmpowerment


Post a Comment

Previous Post Next Post