સુશાસન સપ્તાહ, જિલ્લો ડાંગ - 'સહકારથી સમૃધ્ધિ'ના વિઝનને સાકાર કરવા માટે MPACS, Dairy, Fisheries સહકારી મંડળીઓના ઉદ્ઘાટનનો મેગા ઇવેન્ટ કાર્યક્રમ

સુશાસન સપ્તાહ, જિલ્લો ડાંગ - 'સહકારથી સમૃધ્ધિ'ના વિઝનને સાકાર કરવા માટે MPACS, Dairy, Fisheries સહકારી મંડળીઓના ઉદ્ઘાટનનો મેગા ઇવેન્ટ કાર્યક્રમ

આહવા: ૨૬ ડિસેમ્બર – 'સહકારથી સમૃધ્ધિ'ના વિઝનને સાકાર કરવા માટે ડાંગ જિલ્લાની વઘઈ સ્થિત દૂધ શીત કેન્દ્ર ખાતે MPACS, Dairy, Fisheries સહકારી મંડળીઓના ઉદ્ઘાટનનો મેગા ઇવેન્ટ યોજાયો. આ કાર્યક્રમમાં, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન, વસુધારા ડેરીના ડિરેક્ટર શ્રીમતી ભાવનાબેન ગાવિત, શ્રીમતી ગુન્તાબેન બાગુલ, તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ હતી.


કાર્યક્રમમાં, નવી રચાયેલી સહકારી મંડળીઓના હોદ્દેદારોને નોંધણી પ્રમાણપત્રો આપવામા આવ્યા હતા. નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે 'સહકારથી સમૃદ્ધિ'ના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા આપી, સહકારી મંડળીઓના સભાસદોને નવા સેવાનાં લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર શ્રી વિશાલ માવાણીે પણ, સહકારી મંડળીઓના સભાસદોને વિવિધ સેવાઓ જેવી કે પેટ્રોલ પંપ, CSC સેન્ટર, જન ઔષધી કેન્દ્ર અને LPG સિલિન્ડર વેચાણ કેન્દ્ર જેવા નવીન સેવાઓ અપનાવવાની વાત કહી હતી.

કાર્યક્રમ દરમિયાન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા ગુજરાત અને રાષ્ટ્રીય સ્તરે સહકારી મંડળીઓના મહત્વ પર પ્રકાશ પાડતા કાર્યક્રમોમાં દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી જોડાવાનો અવસર મળ્યો.


Post a Comment

Previous Post Next Post