SURAT કેન્દ્રીય વિદ્યાલય- ONGCમાં દાદા-દાદી દિવસની ઉત્સાહભેર ઉજવણી.
સુરતના કેન્દ્રીય વિદ્યાલય-ONGCમાં દાદા-દાદી દિવસની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ અવસરે વિદ્યાર્થીઓએ તેમના વડીલોના જીવનમાં મહત્વને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા.
મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલ ONGCના શ્રીમતી તનુજા બલોદીએ જણાવ્યું કે, વડીલો જીવનના પ્રેરણાસ્ત્રોત છે અને બાળકો માટે માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે. બાળકોએ દાદા-દાદી સાથે વધુ સમય વિતાવીને તેમના જીવનના અનુભવોથી શીખવું જોઈએ. શાળાના આચાર્ય રાજેશ કુમારે વડીલોના મહત્વ વિશે ભારપૂર્વક જણાવ્યું કે, તેઓ આપણા ઘરના આધારસ્તંભ છે અને બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
આ પ્રસંગે યોગનિષ્ણાંત દિનેશભાઈ પટેલે યોગની સૂક્ષ્મ ગતિવિધિઓ અને તેના ફાયદા વિશે માહિતી આપી. બાળકો દ્વારા સ્વાગત ગીત, શિવ તાંડવ નૃત્ય, નાટક, અને રંગારંગ નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યા.
વિદ્યાર્થીઓએ દાદા-દાદી માટે ગ્રીટિંગ કાર્ડ અને પોસ્ટર બનાવવાની સ્પર્ધામાં ભાગ લીધો. સાથે જ મનોરંજક રમતો જેમ કે મ્યુઝિકલ ચેર અને કેટ વોકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડીલો ઉત્સાહભેર સામેલ થયા.
આ સુંદર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી દક્ષા ગુપ્તાએ કર્યું. સમગ્ર કાર્યક્રમ વડીલો અને બાળકો માટે યાદગાર બન્યો.
#KVSURAT #GrandparentsDay #ONGC #SuratEvents