Surat|Umarpada : “બેટી બચાવો બેટી પઢાવો” અંતર્ગત ઉમરપાડા તાલુકામાં બાળ લગ્ન અટકાવવા જાગૃતિ સેમિનાર યોજાયો.
સુરત:
જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી, સુરત દ્વારા “બેટી બચાવો બેટી પઢાવો” યોજના હેઠળ ઉમરપાડા તાલુકા પંચાયત ખાતે બાળ લગ્ન અટકાયત અધિનિયમ-2006 અંગે જાગૃતિ લાવવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
આ સેમિનારમાં મહિલા અને બાળ યુવા પ્રવૃત્તિ અધ્યક્ષશ્રી દરીયાબેન વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના માધ્યમથી સમાજમાં બાળ લગ્નની નુકશાની અને કાયદાકીય દંડવાળી જોગવાઈઓ વિશે માહિતી આપીને આ સમસ્યાને રોકવા માટે લોકોને પ્રેરણા આપવામાં આવી.
હેતુ હતો કે "બેટી બચાવો, બેટી પઢાવો" અભિયાન વધુ પ્રભાવશાળી બને અને સમુદાયમાં બાળકીઓના શિક્ષણ અને તેમની સુરક્ષાને મહત્વ આપવામાં આવે.
#BetiBachaoBetiPadhao #BetiBachao #Surat #Gujarat