વિશ્વ ખો-ખો વર્લ્ડ કપ 2025 માટે ભારતીય મહિલા ખો-ખો ટીમમાં ડાંગ જિલ્લાની ઓપીના ભીલારનો સમાવેશ.

 વિશ્વ ખો-ખો વર્લ્ડ કપ 2025 માટે ભારતીય મહિલા ખો-ખો ટીમમાં ડાંગ જિલ્લાની ઓપીના ભીલારનો સમાવેશ.

11 જાન્યુઆરી, 2025

આહવા: ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બીલીઆંબા ગામની યુવતી ઓપીના ભીલાર 13 થી 19 જાન્યુઆરી 2025 દરમિયાન દિલ્હી ખાતે આયોજિત, ખો-ખો વર્લ્ડ કપ ટુર્નામેન્ટ માટે ભારતીય મહિલા ખો-ખો ટીમમાં પસંદગી પામી છે. આ ઉમંગદાયક ક્ષણને રાજ્ય અને જિલ્લાની ગૌરવમય ઉપલબ્ધિ તરીકે માનવામાં આવી રહી છે.

ઓપીના ભીલાર, જે બીલીઆંબા ગામના એક ખેડુત પરિવારની પુત્રી છે, ખો-ખો રમત માટેના પોતાના ગહન અને કઠોર પરિશ્રમના કારણે પોતાની ઓળખ બનાવી છે. એણે 'ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ' યોજના હેઠળ વ્યારા ખાતે ખો-ખોની તાલીમ શરૂ કરી હતી અને ત્યારબાદ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઇ અનેક મેડલ જીતી છે.


તેમણે 14 રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ મેળવનારા ખેલાડી તરીકે પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. હવે આ પ્રતિભાશાળી રમતવીર ભારતીય ટીમ સાથે વિશ્વ ખો-ખો વર્લ્ડ કપમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.

આ સિદ્ધિથી ઓપીના ભીલારને માત્ર તેના ગામ અને જિલ્લા માટે નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવ પ્રાપ્ત થયો છે. ખો-ખો રસિકો અને ખેલાડી સમગ્ર રાજ્યથી ઓપીના ભીલારને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

વિશ્વ ખો-ખો વર્લ્ડ કપ 2025 માટે ભારતીય મહિલા ખો-ખો ટીમ

પ્રિયંકા ઇંગલે (કેપ્ટન), અશ્વિની શિંદે, રેશમા રાઠોડ, નિર્મલા ભાટી, નીતા દેવી, ચિત્રા આર,શુભાશ્રી સિંધ, મદાઇ માંઝી, અંશુ કુમારી,વૈષ્ણવી બજગંરી, નશરીન શૈખ, મીનુ, મોનીકા,નાઝીયા બીબી, અને ઓપીના ભીલાર, 

Post a Comment

Previous Post Next Post