દેવ ચૌધરી: નવસારી મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે નિમણૂક
અસમંભવને સંભવ બનાવનાર – Dev Chaudhary ની સફળતાની વાર્તા
"સફળતા એ નિષ્ફળતાના અંતે મળતું ઇનામ નથી, તે તો દરેક નિષ્ફળ પ્રયાસમાં છુપાયેલી પ્રેરણા અને શીખ છે." – Dev Chaudhary.
નવરચિત નવસારી મહાનગરપાલિકાનાં નવા કમિશનર તરીકે શ્રી દેવ ચૌધરીની નિમણૂક થઈ ત્યારે ચાલો જાણીએ તેમની સફળતાની વાર્તા...
સફળતા પાછળનો જટિલ માર્ગ સાહસ અને ધીરજથી ભરેલો હોય છે. ભારતીય પ્રશાસનિક સેવાનો (IAS) પરિક્ષા પણ એ જ ઝઝૂમતો માર્ગ છે. એવા જ એક IAS અધિકારી, Dev Chaudhary, આજે ઘણા માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમના આ સંઘર્ષ અને સફળતાની ગાથા અનેક યુવાનો માટે આશા અને પ્રેરણા સ્ત્રોત બની છે.
Dev Chaudhary – આરંભથી IAS સુધીની સફર:
Dev Chaudhary નો જન્મ અને ઉછેર રાજસ્થાનના સરહદી જિલ્લો બાડમેરમાં થયો. તેમણે પ્રાથમિક શિક્ષણ સ્થાનિક ગામડાની શાળામાં લીધું હતું. તેમના પિતા, સુજનરામ, એક શિક્ષક હતા, અને તેમણે Dev ના જીવનમાં મહેનત અને આત્મવિશ્વાસ અને સંસ્કારનાં બીજ રોપ્યા હતા.
Dev એ બાડમેર કોલેજમાંથી સ્નાતક પદવી (B.Sc.) મેળવી અને ત્યારબાદ UPSC પરિક્ષાની તૈયારી માટે દિલ્હી તરફ વળ્યા. પહેલી કોશિષ 2012માં કરી, પણ મુખ્ય પરિક્ષામાં સફળતા મળી નહીં. આમ છતાં, Dev એ હાર ન માની, 2016માં ચોથા પ્રયાસમાં સફળતા મેળવી અને IAS બન્યા.
જટિલતાઓ અને મુશ્કેલીઓ:
Dev માટે UPSC ની તૈયારીમાં ઘણી અડચણો આવી. હિંદી ભાષા માટે સારા અભ્યાસ સામગ્રીની ખોટ અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવવાની જરૂરિયાત એ સૌથી મોટો પડકાર હતો. પણ Dev એ તેને પણ અવસર તરીકે જોઈ, પોતાનો અભ્યાસ અને દૃઢ સંકલ્પ દ્રારા આ અડચણો પાર કરી.
Image courtesy: dev chaudhary facebook acઆજની ભૂમિકા:
Dev chaudhary ની હાલમાં નવરચિત નવસારી મહાનગર પાલિકાના કમિશનર તરીકે નિમણૂક થઈ છે. તે પહેલાં તેઓ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી (District Development Officer) તરીકે સેવા આપી ચૂક્યા છે.તેમના સંઘર્ષ અને સફળતાની કથા હંમેશા યુવાનો માટે પ્રેરણાદાયી રહેશે.
Dev Chaudhary ની વાર્તા એ શીખવે છે કે સફળતા માત્ર નિષ્ફળતા ટાળવાથી નહીં, પણ દરેક નિષ્ફળતા પછી વધુ મજબૂત બનવાથી મળે છે. જો ધ્યેય સ્પષ્ટ હોય અને મહેનત અવિરત હોય, તો કોઈપણ સપનુ સાકાર કરી શકાય.