ખેરગામ:ગાંધીનગરના સામાજિક ઓડિટ યુનિટ દ્વારા ખેરગામ તાલુકાના નારણપોર ગામે ગ્રામસભા યોજાઈ.
ગુજરાત સરકારના સામાજિક ઓડિટ યુનિટ, ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ગ્રામ વિકાસ યોજનાઓ જેવી કે મહાત્મા ગાંધી નરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ),સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, 15મુ નાણાપંચ ,રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, મધ્યાહન ભોજન યોજના, આઈસીડીએસ- આંગણવાડી અને પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર (પીડીએસ) યોજનાઓના લાભો જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે હેતુથી રાજ્યભરમાં સામાજિક ઓડિટ ની કામગીરી કરવામા આવી રહી છે
જેના ભાગરૂપે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના નારણપોર ગામે સામાજિક ઓડિટની કામગીરી માટે ગ્રામસભા યોજવામાં આવી હતી. જેમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ સભામાં વિવિધ યોજનાઓમાં થયેલી કામગીરી અને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ ગ્રામસભામાં ગ્રામજનોમાં સૂચનો અને પ્રશ્નો મેળવવામાં આવ્યા હતા. જેનું ગ્રામ પંચાયતના હોદ્દેદારો, ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખેરગામના સામાજિક ઓડિટરશ્રી વિજય ભાઈ પટેલ, ગ્રામ સેવક જેસલબેન , સ્વચ્છ ભારત મિશનના ટી-એ કનુભાઈ પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારના વિતરણ કર્તા આદર્શ પટેલ સંરપચશ્રી અશ્વિનકુમાર, તલાટીશ્રી ધર્મિષ્ઠ બેન, ,આરોગ્ય સી.એચો.ઓ અમૃતાબેન શાળાનાં આચાર્યશ્રી/ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, આંગણવાડી કાર્યકર તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.