આદિજાતિ વિદ્યાર્થીઓ માટે ઉમદા પ્રયાસ: એકલવ્ય મોડેલ સ્કૂલ
આજનો દિવસ વિશેષ બન્યો છે અમીરગઢ સ્થિત પી.એમ.શ્રી મોડેલ સ્કૂલ માટે, જ્યાં માનનીય મંત્રીશ્રી ડૉ. કુબેર ડિંડોર સાહેબે શાળાની મુલાકાત લઈને શિક્ષણ વ્યવસ્થાને નિકટથી જોવાનું અને અનુભવવાનું ગૌરવ મેળવ્યું. તેઓએ વર્ગખંડોમાં બાળકો સાથે ગોષ્ઠી કરી અને શિક્ષકો સાથે સંવાદ સાધ્યો. શિક્ષણલક્ષી કાર્યો અને શાળા પરિવારમાં ઊભી સુવિધાઓનું નિરીક્ષણ કરીને વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ શિક્ષણ અને સાહજિક વિકાસ સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનો કર્યા.
આદિજાતિ વિધાર્થીઓ માટે રાજ્ય સરકારની પ્રેરણાદાયક પહેલ - એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ:
આ શાળાઓમાં ધો. 6 થી 12 સુધીના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ, આરોગ્યપ્રદ ભોજન અને રહેવાની સંપૂર્ણ મફત સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ પહેલને કારણે આદિજાતિ વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં વધુ ઊંચી તકો પ્રાપ્ત થાય છે અને તેઓનો સર્વાંગી વિકાસ શક્ય બને છે.
ડૉ. કુબેર ડિંડોરના માર્ગદર્શન અને શાળા પરિવારનો ઉમદા પ્રયાસ:
અમીરગઢની પી.એમ.શ્રી મોડેલ સ્કૂલે શિક્ષણક્ષેત્રે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે. મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓની અનુકૂળતાને પ્રાથમિકતા આપતા જાગૃત માર્ગદર્શન આપ્યું અને શાળા પરિવારને પ્રોત્સાહન પૂરું પાડ્યું.
આ રીતે એકલવ્ય સ્કૂલો બાળકો માટે સપનાની શાળા બની રહી છે, જ્યાં તેઓ શિક્ષણ સાથે સંસ્કાર અને વિકાસની સીડી ચડી રહ્યા છે.