ત્રિ-દિવસીય આયુષ મેળો: નવસારીમાં આરોગ્ય માટેની અનોખી તક
નવસારી જિલ્લાના આરોગ્યપ્રેમી નાગરિકો માટે સારા સમાચાર! રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની આયુષ કચેરી અને નવસારી જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા ત્રિ-દિવસીય આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો આરોગ્ય જાગૃતિ અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના પ્રચાર માટે અનોખો અવસર છે.
આયોજનની વિગતો:
શુક્રવાર, 10 જાન્યુઆરી 2025 – વાંસદા, ગાંધી મેદાન
શનિવાર, 11 જાન્યુઆરી 2025 – ગણદેવી, ગણદેવી સુગર ફેક્ટરી હોલ
સોમવાર, 13 જાન્યુઆરી 2025 – ચીખલી, દેગામ પ્રજાપતિ સદન
સમય: સવારે 10:30 થી બપોરે 3:00 સુધી
વિશિષ્ટ સેવાઓ:
વિનામૂલ્યે આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ
પંચકર્મ અને અગ્નિકર્મ પદ્ધતિથી તાત્કાલિક પેઇન મેનેજમેન્ટ
પ્રમુખ રોગો માટે નિદાન અને ઉપચાર:
સાંધાના રોગો, શ્વસન તકલીફો, પાચન તકલીફો, ચામડીના રોગો અને સ્ત્રીરોગો
ડાયાબીટીસ, હદયરોગ, બ્લડ પ્રેશર અને તણાવ સંબંધી સમસ્યાઓ
વિશિષ્ટ સેવા:
જન્મથી 12 વર્ષ સુધીના બાળકો માટે સુવર્ણપ્રાશન ટીપાં
હર્બલ ટી વિતરણ અને યોગ-પ્રાણાયામ માર્ગદર્શન
આયુર્વેદ ઔષધીય વનસ્પતિ પ્રદર્શન અને પથ્યાપથ્ય માર્ગદર્શન
વિશિષ્ટ ઓપરેશન કેમ્પ:
વાઘલધરા હોસ્પિટલ દ્વારા હરસ, મસા અને ભગંદરનું ઓપરેશન
સહયોગી સંસ્થાઓ:
વાંસદા: ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી
ગણદેવી: ગણદેવી સુગર ફેક્ટરી
જાહેર અપીલ:
આ કેમ્પ નિઃશુલ્ક છે અને જનતા માટે એક સારો અવસર છે. જે પણ આ આયુષ મેળાનો લાભ ઉઠાવવા ઈચ્છતા હોય તેઓ નિર્ધારિત સ્થળે પહોંચીને આરોગ્ય લાભ લે.
આયુષ મેળો - આરોગ્ય તરફ એક પગલું!