સીડ ગર્લ હર્ષિતા: દેશી બીજથી એક નવી કૃષિ ક્રાંતિ

સીડ ગર્લ હર્ષિતા: દેશી બીજથી એક નવી કૃષિ ક્રાંતિ

આજની પેઢી જ્યાં ટેકનોલોજી અને નવા યુગના સંસાધનોમાં ગૂંજી રહી છે, ત્યાં ઓડિશાના કોરાપુટ જિલ્લાના એક નાનકડા ગામમાં ધોરણ 8 માં અભ્યાસ કરતી હર્ષિતા પ્રિયદર્શિની મોહંતી, પૃથ્વી માતાને બચાવવા માટે એક અનોખું કાર્ય કરી રહી છે. હર્ષિતા માત્ર 14 વર્ષની છે, પણ આજે તે 'સીડ ગર્લ' તરીકે આખા દેશમાં પ્રખ્યાત છે.

બીજના સંરક્ષણની શરૂઆત

2023માં, હર્ષિતા પદ્મશ્રી વિજેતા કમલા પૂજારીની વાર્તાથી પ્રેરાઈ. કમલા પૂજારીએ ઓડિશાની પ્રખ્યાત ખેડૂતોમાંથી એક છે જેમણે સજીવ ખેતી અને સ્વદેશી બીજના મહત્વને ફરીથી જીવંત કર્યું. આ વાર્તાએ હર્ષિતા પર એવો પ્રભાવ પાથર્યો કે તેણે સ્થાનિક ખેતરોમાંથી દેશી બીજ એકત્રિત કરવાની શરૂઆત કરી.

બીજ બેંક 

હર્ષિતાની બીજ બેંકમાં આજે 180 જેટલી ડાંગરની જુદી-જુદી જાતો છે. તેમાં ‘કોરાપુટ કાલાજીરા’, ‘તુલસી ભોગ’, અને ‘રોગુસાઈ’ જેવી દુર્લભ જાતોનો સમાવેશ થાય છે. સાથે જ 80થી વધુ પ્રકારની બાજરીની પ્રજાતિઓ પણ તેમાં છે.

આ બીજો માત્ર ઐતિહાસિક અને પૌરાણિક જ નથી, પરંતુ એવાં અનોખાં પોષક તત્વોથી ભરપૂર છે કે જે જમીન અને પર્યાવરણ માટે ખૂબ જ ફાયદાકારક છે.

ખેડૂતો અને સમાજ માટે હર્ષિતાનું યોગદાન

હર્ષિતા કહે છે:

"સ્વદેશી બીજનો ઉપયોગ કરીને ખેડૂત મિત્રો દર સીઝન માટે નવી ખરીદી કર્યા વગર ખેતી કરી શકે છે. સ્વદેશી બીજ આબોહવાને અનુકૂળ અને જમીન માટે ફાયદાકારક હોય છે."

હર્ષિતાએ અત્યાર સુધીમાં 50થી વધુ ખેડૂતોને મફત સ્વદેશી બીજનું વિતરણ કર્યું છે અને 5 ગામોમાં સજીવ ખેતીની પ્રેરણા ફેલાવી છે.

તેઓ લીમડાની ગોળીઓ દ્વારા જીવાતો અને રોગચાળાથી પાકનું રક્ષણ કરે છે.


સજીવ ખેતીની ચળવળ

હર્ષિતાનું સપનું એક કૃષિ વૈજ્ઞાનિક બનવાનું છે, જેથી સમગ્ર દેશમાં સજીવ ખેતીને પ્રોત્સાહન આપી શકાય.

આજના યુગમાં જયારે જમવાની ગુણવત્તા અને જમીનના આરોગ્ય માટે ચિંતાઓ વધી રહી છે, ત્યારે હર્ષિતાનું કાર્ય એક મજબૂત ઉદાહરણ છે કે નાની ઉંમરના બાળકો પણ મોટું પરિવર્તન લાવી શકે છે.

હર્ષિતાની આ અનોખી સફર દરેક માટે પ્રેરણાદાયક છે. એક નાની ઉંમરમાં, એક નાનકડા ગામમાંથી શરૂ કરેલી આ યાત્રા આજે સમગ્ર દેશમાં સ્વદેશી બીજ અને સજીવ ખેતી માટેની લડતનું પ્રતિક બની છે.

"જ્યાં સપનાની ઉડાન મર્યાદિત હોય છે, ત્યાં એક બાળક સપનામાંથી બદલાવ લાવવાની હિંમત રાખે છે." – હર્ષિતા પ્રિયદર્શિની મોહંતી


Post a Comment

Previous Post Next Post