જામનગરની દરેડ માઘ્યમિક શાળામાં આરોગ્ય અભિયાન: ટીબી અને એનિમિયા સામે જાગૃતિ માટે સેમીનાર
જામનગર: 01-01-2025
જામનગર તાલુકાની દરેડ માધ્યમિક શાળા ખાતે આરોગ્ય વિષયક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર માહિતી આપવામાં આવી. સેમીનારમાં ટીબી, ડેન્ગ્યુ, એનિમિયા અને ટોબેકો ફ્રી યુથ કેમ્પેન 2.0 વિશે વિશદ રીતે ચર્ચા કરવામાં આવી.
ટીબી વિષે માહિતી આપતા જણાવાયું કે આ એ એક ગંભીર બિમારી છે જે ફેફસાંને પ્રભાવિત કરી શકે છે. ટીબીના લક્ષણો જેવા કે ૨ અઠવાડિયા સુધી ઉધરસ, ખોરાકમાં રસ ન લાગવો, અને વજન ઘટવું, અને તે એક એક્ટિવ ટીબી દર્દી દર વર્ષે ૧૦ થી ૧૫ વ્યક્તિઓને ચેપ લાગવા તરફ દોરી જાય છે.ટીબીના તમામ દર્દીને જ્યાં સુધી દવા ચાલુ રહે ત્યાં સુધી પોષણયુક્ત આહાર માટે સરકાર દ્વારા મહિનાના રૂ.૫૦૦ની સહાય આપવામાં આવે છે.
એ સિવાય ડેન્ગ્યુ અને મલેરીયા જેવી વાહકજન્ય રોગચાળાથી બચવા માટે પાણીના બિનજરૂરી પાત્રોને ખાલી કરવાનું અને લોહતત્વની કમી અંગે પોષણયુક્ત આહારનો ઉપયોગ પર વિશેષ ભાર આપવામાં આવ્યો.
આમ, ટોબેકો ફ્રી યુથ કેમ્પેન 2.0ના ભાગરૂપે, વિદ્યાર્થીઓને પ્રશ્નોતરીમાં ભાગ લેતા તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા.
આ સેમીનારથી વિદ્યાર્થીઓમાં આરોગ્યની મહત્વતાને લઇને જાગૃતિ વધી છે અને તેમને વધુ સજાગ બનાવવામાં મદદ મળી છે.