ખેરગામ કોલેજની પ્રભાવશાળી સિદ્ધિ: રાજ્યની 116 કોલેજમાંથી ત્રીજું સ્થાન
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 માટે રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ (NAAC) ની એકિડિએશન પ્રક્રિયામાં ભાગ લેવાની ફરજિયાત સૂચના આપવામાં આવી હતી. આ ક્રમમાં રાજ્યની 116 સરકારી કોલેજોએ પોતાનું SSR (Self-Study Report) સબમિટ કર્યું, જેમાં ખેરગામની સરકારી આર્ટ્સ, કોમર્સ અને વિજ્ઞાન કોલેજે ઉત્તમ પ્રદર્શન કરીને ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો.
મૂલ્યાંકન પ્રક્રિયા અને NAAC રેટિંગ
21 અને 22 જાન્યુઆરી 2025ના રોજ પિયર ટીમે ખેરગામ કોલેજની મુલાકાત લીધી હતી. મૂલ્યાંકન દરમિયાન કોલેજની શૈક્ષણિક પ્રગતિ, પરિણામ, માળખાકીય સુવિધાઓ, સ્પોર્ટસ, મહિલા વિકાસ, શિક્ષણ પદ્ધતિ, સંશોધન, લાઈબ્રેરી, ગ્રીન કેમ્પસ, કેન્ટીન, હોસ્ટેલ સુવિધાઓ, શ્રેષ્ઠ પ્રયોગો અને સામાજિક સેવાઓ જેવા વિવિધ પાસાઓ પર વિશ્લેષણ કરવામાં આવ્યું.
આ તમામ મુદ્દાઓના મૂલ્યાંકન બાદ, ખેરગામ કોલેજને NAAC બેંગ્લોર દ્વારા પ્રતિષ્ઠિત 'B+' ગ્રેડ (2.72 CGPA) પ્રાપ્ત થયો. રાજ્યની 116 કોલેજોમાંથી ટોચની 5 સરકારી કોલેજોમાં સ્થાન મેળવનાર આ કોલેજ ત્રીજા ક્રમે રહી.
ટોપ-5 સરકારી કોલેજો (NAAC CGPA અનુસાર)
1. સરકારી સાયન્સ કોલેજ, ઇડર - 3.22 CGPA (A ગ્રેડ)
2. સરકારી આર્ટ્સ & કોમર્સ કોલેજ, જાદર - 2.76 CGPA (B++ ગ્રેડ)
3. સરકારી આર્ટ્સ, કોમર્સ અને વિજ્ઞાન કોલેજ, ખેરગામ - 2.72 CGPA (B+ ગ્રેડ)
4. સરકારી કોલેજ, ગાંધીનગર
5. સરકારી કોલેજ, વડાલી
ખેરગામ કોલેજની આ સિદ્ધિ શા માટે મહત્વપૂર્ણ છે?
રાજ્યની 116 સરકારી કોલેજોમાંથી ટોચની 3 કોલેજોમાં સ્થાન મેળવવું ગૌરવની વાત છે.
શિક્ષણ, શિસ્ત, સંશોધન અને વિદ્યા પરિસર વિકાસ માટેનું નિમિત્તરૂપ બની રહેશે.
વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે પ્રેરણાદાયી ઉદાહરણ.
ભવિષ્યમાં વધુ સુધારાઓ માટે પ્રોત્સાહન અને નવી તકો ઉપલબ્ધ થશે.
આ સિદ્ધિ પાછળ કોલેજના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંચાલન મંડળના પ્રયાસો પ્રશંસનીય છે. ખેરગામ કોલેજે રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં એક નવાં માઇલસ્ટોન સ્થાપિત કર્યું છે!
ખેરગામ કોલેજની પ્રભાવશાળી સિદ્ધિ: રાજ્યની 116 કોલેજમાંથી ત્રીજું સ્થાન ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ...
Posted by આપણું ગુજરાત on Saturday, February 1, 2025