ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 'શાળા સહાયક' યોજના – એક નવી પહેલ

 ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 'શાળા સહાયક' યોજના – એક નવી પહેલ


રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા વધારવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 'મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ' પ્રોજેક્ટ અંતર્ગત સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ, કમ્પ્યુટર લેબ અને અન્ય આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધાઓનો યોગ્ય ઉપયોગ થાય અને શાળાઓના વહીવટી તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓને સરળ બનાવવામાં મદદ મળે, તે માટે ગુજરાત સરકારે 'શાળા સહાયક' ની નવી યોજના અમલમાં મૂકી છે.


શાળા સહાયક યોજના - એક નજર

'શાળા સહાયક' એજન્સી દ્વારા નિયુક્ત થનાર વ્યક્તિઓ હશે, જેઓ કમ્પ્યુટરના જાણકાર હશે અને શાળાઓમાં વહીવટી તથા શૈક્ષણિક કામગીરીમાં સહાય કરશે. રાજ્યની પગાર કેન્દ્ર શાળાઓ અને ૩૦૦ અથવા તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં આ સહાયકોની નિમણૂક થશે.


મુખ્ય શરતો અને માર્ગદર્શિકા

  1. લાયકાત:

    • માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિષયમાં સ્નાતક અને B.Ed.
    • વય મર્યાદા: અધિકતમ ૩૮ વર્ષ.
  2. પસંદગી પ્રક્રિયા:

    • આઉટસોર્સ એજન્સી દ્વારા પસંદગી કરવામાં આવશે.
  3. મહેનતાણું અને કરાર:

    • શાળા સહાયકને ₹21,000/- મહિને મળશે.
    • ૧૧ મહિના માટે નિમણૂક (વેકેશન બાદ નવેસરથી પ્રક્રિયા).
    • શાળા સહાયક સરકારી કર્મચારી ગણાશે નહીં અને અન્ય કોઈ લાભો માટે હકદાર નહીં હોય.
  4. કામકાજ:

    • વહીવટી કામ, કમ્પ્યુટર સંબંધિત કાર્ય, શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં સહાયતા.
    • શાળા સમય બાદ પણ જરૂર પડ્યે આચાર્ય કે વડી કચેરી દ્વારા આપવામાં આવેલી કામગીરી કરવી પડશે.
  5. આઉટસોર્સ એજન્સી દ્વારા ફાળવણી અને મેનેજમેન્ટ:

    • જિલ્લા અને ઝોન લેવલ પર નિમણૂક કરનાર એજન્સી નક્કી થશે.
    • શાળા વ્યવસ્થાપન સમિતિ અને CRC દ્વારા દરેક વર્ષ સમીક્ષા કરાશે.
    • નોટીસ વિના શાળા સહાયકને હટાવવાની પણ જોગવાઈ છે, જો કામગીરી સંતોષકારક ન હોય.

આ યોજના કઈ રીતે ફાયદાકારક બનશે?

  • વહીવટી કામગીરીમાં ઝડપ અને સરળતા: શાળાના આચાર્ય અને શિક્ષકોને પેપરવર્કમાં સહાય મળશે.
  • ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન: કમ્પ્યુટરની જાણકારીવાળા શાળા સહાયક શાળાઓમાં ટેક્નોલોજી પર આધારિત શિક્ષણ સુનિશ્ચિત કરશે.
  • અભ્યાસિક અને સહઅભ્યાસિક વિકાસ: શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ અને તાલીમ માટે સહાય મળશે.

ગુજરાત સરકારની આ નવી પહેલ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે એક મહત્વનો પગલુ છે. 'મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ' અંતર્ગત ૨૦૨૭-૨૮ સુધી આ યોજના અમલમાં રહેશે. જો યોગ્ય અમલ થાય તો, ભવિષ્યમાં આ યોજના ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્ર માટે મૉડેલ સાબિત થઈ શકે.

Post a Comment

Previous Post Next Post